Skip to content

રાધા રીસાણી…

જુલાઇ 30, 2011

કાનની બંસરી પાછળ હતી જે દીવાની,

                   સાંભળતી નથી ક્યાય સુર રૂપે કહાની,

                                 રાધા રીસાણી , આજ રાધા રીસાણી.

કાન્હાના ચરણોમાં જે નિત રહેવાની,

                    પગની પગલીમાં પણ દેખાતી નથી નિશાની,

                                    રાધા રીસાણી , આજ રાધા રીસાણી.

કનૈયાની આંખોમાં પ્રતિબિંબ રૂપે જે  જીલાણી,

                      કાજલમાય્  છુપાતી  નથી રવાની,

                                  રાધા રીસાણી, આજ રાધા રીસાણી.

શ્યામના શ્વાસેશ્વાસમાં જે  સમાણી,

                         ખોવાઈ ગઈ બની હવા મસ્તાની,

                                     રાધા રીસાણી, આજ રાધા રીસાણી.

કૃષ્ણ તારા અસ્તિત્વમાં “વંદના” પણ ખોવાની,

                           પણ, રાધા વિના તારી ક્યાં છે? જીન્દગાની,

                                     રાધાને મનાવો, આજ રાધા રીસાણી…

    રાધા રીસાણી , આજ રાધા રીસાણી…

@વંદના જેઠલોજા@

Advertisements

મારી કહાની…

જુલાઇ 3, 2011

 

 

                                                       રણઝણતા   સ્વપ્નાયે માયા   બંધાણી,

                                                                  મારા વિનાની આ મારી કહાની.

                                                        શબ્દો   ગુંજાય છે  હજુયે આ ધરા પર,

                                                                    શું એ છે મારી હયાતીની  નિશાની?

                                                       બીડાયેલા હોઠ કશુક કહેવાને  ચાહે છે,

                                                                   ખૂટી પડે છે ત્યાં વળી  આ જીન્દગાની.

                                                         કારણો નડે છે આજે બનીને કારણ,

                                                                     પરિણામની છોળો રૂપી શુષ્ક રવાની.

                                                          બંધનો બધાં તોડીને જાય  ચાલી,

                                                                       મારી જ  જડતાથી હુંયે  બંધાણી.

                                                           રાતના સપના તો  ઉડી ગયા દુર દુર,

                                                                     આશા છે સવાર આવશે સુહાની.

                                                        “વંદના” પૂરી થવા આવી જયારે કહાની,

                                                                       મને  જ મળવાને બની હું દીવાની.

                                                           પણ, મારા વિનાની આ મારી કહાની………

     @વંદના જેઠલોજા@       

જીવન- એક ગાથા

જૂન 30, 2011

                    આકાશ આજે એટલુંતો શાંત અને સ્વચ્છ હતું જાણે કે કોઈ નિર્દોષ બાળક. હા, ધોધમાર વરસાદ પછીની એઆહલાદનીહેલી,એટલામાંજક્યાંકદુરથીકોઈ વાદળી ચડી આવી અને શરુ થયાં ઝાકળ બિંદુ જેવા અમી છાંટણા. આટલી ઠંડકમાં પણ એ નાનકડી જેલમાં ક્યાંક ખૂણે ખાંચરે થોડી ગમગીની અને ઉદાસીનતા વિખરાયેલી હતી, બધાં કેદીઓની વચ્ચે રાજીવ તેની શાંત મુખમુદ્રાથી અલગ તરીઆવતો હતો. બધાં કેદીઓની સાથે રાજીવ પણ જેલર સાહેબના કહ્યા પ્રમાણે મેદાન પર ઉગેલા ઘાસના તૃણ ઉપાડતો  હતો. તે તૃણનાપાન,ડાળખી, મૂળ બધાનું જાણે જીણવટ પૂર્વક નીરખતો હતો અને કશીક સ્મૃતિ તેના માનસપટ પર છવાય રહે. વળી, વળી , પાછો ચમકીને જાગી જાય .

                     આ શું? તે પાછો વિચારોમાં ખોવાય ગયો, તેની શાળા તેની નજર સમક્ષ તરવરવા લાગી, હા, નળિયાવાળી બિલ્ડીંગ ,આગળ લટકાવેલો ઘંટ, ઘાસના બીછાનાથી છવાયેલ મેદાન, અને તે દિવસે તો વરસાદ પછીની આવી જ આહલાદકતા .તે સમયે મનમાં ઝણઝણતા તાજગીના તાર, ચોતરફ ઉડતા વિચારોના ફુવારા . અને વળી યુવાની અને બાળપણના બે કિનારા વચ્ચે હલક-ડોલક થતી જીવન નાવ .બસ, બીજું શું જોઈએ? આખી દુનિયા પ્રેમ કરવા જેવી લાગે, પ્રકૃતિને બાથમાં લેવાનું મન થાય.રાજીવ આ રંગીન સ્વપ્નમાં આળોટતો રહ્યો.

                  શાળામાં રાજીવ  આભ્યાસ તથા બધી પ્રવૃતિમાં ઠીકઠાક હોશિયાર. પણ તેના રમુજી અને હેતાળ સ્વભાવને કારણે બધાનો તે લાડકો. બધાના બધાં કામ કરી આપે એ પણ હસતા હસતા. તેની આ વાત વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને ખૂંચે. જો  હમણા માર્ક્સ માટે હરીફાય હોત તો  રાજીવને હરાવી દેત પણ તેમ ના હતું.હવે, બધાં મળી રાજીવને નીચો દેખાડવાનો  પ્લાન બનવ્યો તે મુજબ,કિરીટ શાળાના કુવા પાસે જઈ રાજીવને ગાળો આપવા લાગ્યો, વિવેક બાધવા લાગ્યો, હવે યોજના મુજબ રવીએ કુવાનીપળે, અંદરની તરફ સાવધાની થી લટકી ,રાજીવે ધક્કો માર્યો છે તેમ કહેવું ….. આ બુમરળની વચ્ચે બધાં આવે ત્યાં રવિને ઉપર ખેંચવો……. પણ એક મોટી ભૂલ થઈગઈ , રવિ  હળવેથી કુવે લટકવા ગયો ત્યા?  અરે! રે… તેનો  હાથ લાસળતા કુવામાં પડ્યોઅને બધો આરોપ રાજીવ પર, રાજીવ કશું બોલવા પણ શકત ના રહ્યો, તેના ઘરવાળા પણ તેનો દોષ જોવા લાગ્યા.રવિના માં-બાપે ફરિયાદ કરીરાજીવને બાળસહજ સજા થઇ .

                          પાંચ વર્ષ પછી તે જેલમાંથી છૂટી બહાર આવ્યો. પણ, નટખટ રાજીવ ક્યાંક ખોવાય ગયો, બધાં તેની તરફ ધિક્કારથી  જોતા હોય તેવું તેને લાગ્યું. બધાને ખડખડાટ હસાવતા રાજીવના અશ્રુ કોઈએ ન લુંછ્ય. ભણતરના આભાવે સારી નોકરી ના મળી,કોઈ કામ આપવા રાજી ન રહ્યું. હવે , રાજીવે પણ પોતાને ગુનેગાર તથા ખરાબ માની લીધો. ચોરી કરવાની શરુ કરી, તેમાએક દિવસ પકડાય જતા ખુન કરી નાખ્યું, પછી તો કોઈને મારવાની વાત રાજીવ માટે સામાન્ય બની ગઈ.એક ઘરેણાની દુકાનમાં ચોરી કરીદુકાન માલિકનું ખુન કર્યું પણ આ વખતે પોલીસની જાળથી  ન બચી શક્યો. અને હાઇકોર્ટે તેને  ફાંસીની સજા સંભળાવી.

                             રાજીવ હવે સુનમુન થઇ ગયો , બધી દુનિયાને પ્રેમ કરવાવાળા રાજીવની જીવનનું નામ નફરત બની ગયું,આજે તે જેલમાં છે. સવારે તેને ફાંસી આપવામાં આવશે, તેનું મન શૂન્યતાથી ભરેલ છે,વીજળીનો ચમકારો થતા તે અચાનક જ વિચારમાંથી બહાર આવે છે. પરંતુ આ શું? એકાએક આટલા વર્ષોપછી તેના મનમાં પ્રેમનો અંકુર ફૂટે છે , થોડા સમયની જિંદગીને તે પ્રેમ કરવા લાગે છે, વરસાદની બુંદો તેને અનેરી શીતળતાઅર્પે છે.ફરી પ્રકૃતિને બાથમાં લેવાનું મન થાય છે . જોકે સવાર પડતાજ તેનું જીવન અંધકારમાં ખોવાય જશે, પ્રકૃતિ તેને પોતાનામાંસમાવી લેશે તે જાણતો હોવા છતાં તે પરમ આનંદની અનુભૂતિ કરે છે. તેને પોતાના મોતનું દુખ નથી પણ ,તેની નાનકડી જિંદગીમાં  રહ્યો છે તો બસ,ચિરકાળ , નિર્દોષ, પ્રસન્ન એવો અસીમ આનંદ, આનંદ, આનંદ જ……………………..

@ વંદના જેઠલોજા@

એક ઝલક……..

જૂન 29, 2011

                           બુંદમાં છલકાતો  દરીઓ મળ્યો,

                           શી ખબર હશે ખારાસથી ભર્યો?

                                           શોધ શોધમાં નીકળી ગઈ દુર,

                                            મને મારો પડછાયોય ના જડ્યો.

                           આપી દે એક પળ તવ વિરહની પ્રભુ,

                           બાળક બનીને તે’દી ખુબ કરગર્યો.

                                              સ્નેહની એક બુંદ માટે તરસતી વાદળી,

                                              પ્રેમ તવ પામવા મારો  અહમ્ નડ્યો.  

                            ઝીંકાયા ઘા ભલેને આ બાહુઓ પર,

                            તે  દિવસે તારા માટે  હું ખુબ લડ્યો.

                                                “વંદના” આ માનવ દેહથીય  પર,

                                                ઝલક તવ પામવા હું પળ પળ મર્યો.

                             હા, બુંદમાં છલકતો દરીઓ મળ્યો……. 

 

 

        @વંદના જેઠલોજા@

 

 

વિશ્વાસ…

જૂન 8, 2011

    વિશ્વાસ છે એટલો કે  કશુંક કરી જવાના,

                                         નથી એટલા દુર્બળ જે ખાલી મરી જવાના.

   કાગળની એક  કસ્તી છે અમારી પાસે,

                                            વિશ્વાસના એક બિંદુથી સિંધુ તરી જવાના.

    ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાના,

                                            કરમાયેલા છોડમાં જીવન ભરી જવાના.

    એટલા સહી આતપ ,બની જશું  બાષ્પ,

                                             મીઠી જળ વાદળી બની વર્ષી જવાના.

     બે ઘડીની જીન્દગી છે મસ્તીથી ભરેલી,

                                                          હાસ્ય રેલાવવા ,જોકર બની જવાના.                                        

     એકલા આવ્યા હતા, એકલા જ જવાના,

                                                     તવ  મનના કોઈ ખૂણે કાયમ રહી જવાના.   

કર્મ એવા કરીશું જીવન માહે,          

                                                                        નિજ અસ્તિત્વનો ઉજાસ બધે પાથરી જવાના. 

                      શુષ્ક એવું જીવન ભલેને પૂર્ણ થયું,

                                                    આ સૃષ્ટિમાં બધે નિજ  શ્વાસો    ભરી જવાના.

                                                      હા, વિશ્વાસ છે એટલો કે કશુક કરી જવાના……

@ વંદના પટેલ @

Evergreen યુવાન……….

જૂન 7, 2011

 

પુરા જીવનની વસંત એટલે યુવાની, આ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ પાગલ હોય છે, જરા હટકે હોય છે. નેરો જીન્સ , એક્સ્પેન્સીવ સુજ, સારો મોબાઈલ, એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ , એકાદ બે ગર્લ ફ્રેન્ડ …. આટલી આશા તો આપને આ અવસ્થા પાસે રાખી શકીએ. હા વળી થોડીક કવિતા લખી કવિ બની જવાય અને  સમાજની વ્યવસ્થા પર કટાક્ષ કરી લેખક. આ અવસ્થામાં સમાજ અને તેની વ્યવસ્થા હમેસા બાધા રૂપ લાગે જ છે. છોકરીઓ માટે આ અવસ્થા વિશેષ બની રહે છે…યુવાનીમાં બધા જ ધૂની હોય છે, બધાને  કસુક કરી છૂટવાની તમન્ના હોય જ છે.દરેક યુવાન તીખા તમતમતા ચાટ જવો હોય છે, દરેક યુવાન  છરીની ધાર જેવો હોય છે, દરેક યુવાન પ્રેમના ઓક્સિજન પર જીવતો હોય છે, સ્વપ્નોના આકાશમાં ઉડતો હોય છે.

કિસીકે વાસ્તે હો તેરે દિલમે પ્યાર,જીના ઇસીકા નામ હૈ.” ગીત સંભાળતા તેની આંખોમાં આંસુ આવી જાય છે,વળી” રંગદે બસંતી” જોતા જ  બધું જ બદલી નાખવાનો તરવરત તેને પાગલ કરી નાખે છે.

દરેક યુવાન હિન્દ મહાસાગરમાં આવેલા તોફાન જેવો છે.પણ જીવનના વર્ષો આગળ નીકળી જાય છે આ બધું પાછળ રાહી જાય છે, તે પ્રશાંત મહાસાગર જેઓ શાંત બની જાય છે, જેમાં ઉત્સાહનુ મોજું ક્યારેક જ આવે છે, અને આવે પણ છે તો કિનારે પહોંચતા સુધીમાં તૂટીને વેરવિખેર થઇ જાય છે. તેનામાં જીવતા સ્વમીવીવેકાનંદ ક્યાંક ખોવાય જાય છે, માઇકલ જેક્સન તેના હાડકાના દર્દ પાછળ છુપાય જાય છે,કવિ તો અજાગ્રત અવસ્થામાં ઠેલાય જાય છે.તેને સમજાય છે કે કોલેજના લેક્ચર બંક કરવા સહેલા હતા હવે તો બોસની પરમીશન વિના ટોયલેટ પણ નથી જવાતું, ગર્લ ફ્રેન્ડની સાથે પિક્ચરમાં જવું મજાનું હતું પત્ની સાથે શાન્તીથી ડીનર પણ નથી લય શકાતું.

                               ટુંકમાં યુવાની પાછળ છૂટી જાય છે સાથે તેના સપના, તેની ઉમ્મીદ , જોસ,,તેની બધી જ નિશાની પણ પાછળ છૂટી જાય છે. જેવો આ બધી બાબતોને નથી ગુમાવતા તેઓ જીવનની દરેક અવસ્થામાં યુવાન રહે છે, તેઓ જ સફળતા પામે છે , કંઇક કરી બતાવે છે….

      આવા એવરગ્રીન યુવાનોને દિલથી સલામ…….

                        “stay young at last movment of life…..”

નાનકડી વિભૂતિ-ભરત…….સત્યઘટના

જૂન 5, 2011

આ નાનકડા ભરતની  સાદી,સરળ તથા સાચી વાત છે.આપણી આસપાસ ઘણી નમન કરવા લાયક વિભૂતિયો  હોય છે પણ કદાચ આપણા ધ્યાનમાં નથી આવતી . ભરત એક એવીજ ૧૨ વર્ષની વિભૂતિ છે.

આ વેકેશનમાં હું સતાધાર ગયેલી કે જે “આપાગીગા” સંત માટે જાણીતું છે.તેઓના મહિમા વિશે તો કઈ ખાસ ખબર ન હતી. બપોરે તડકામાં ૧:૩૦ વાગ્યે સતાધાર પહોંચ્યા , ગરમી અસહ્ય હતી લાગતું હતું કે સૂરજદાદા બેઉ હાથે આશીર્વાદ આપી રહ્યા હતા.પરસેવે નીતરતી હાલતમાં મંદિરમાં પગે લાગવા ગયા, સાચું કહું તો પહેલી વખત મંદિરમાં આવ્યા છતાં એટલું શુષ્ક લાગતું હતું, જાણે શ્રદ્ધા મારી પરવારી હોય. માત્ર દેખાવ ખાતર બે હાથ જોડી  વંદન કર્યા. ભુખ પણ ખુબજ લાગી હતી. સીધા જ ભોજનાલયમાં પ્રસાદ (ભોજન) લેવા ગયા.

ભારતમાં ઘણા ધાર્મિક સ્થળો છે જ્યાં વિના મુલ્યે પ્રસાદ રૂપે ભોજનાલય ચલાવવામાં આવે છે,અહીંયા પણ તેવી જ વ્યવસ્થા હતી. અમે બધાએ ભર પેટ ભોજન લીધું . અહી  જમ્યા બાદ બધાએ પોતાના વાસણ જાતે જ સાફ કરવાના હોય છે. જમ્યા બાદ વાસણ સાફ કરતી વખતે જોયું કે બધા કોઈ પણ પ્રકારની નિષ્ઠા વગર  જેવા- તેવા વાસણ સાફ કરી તેનો ખડકલો કરતા હતા.ત્યાં મેં એક નાનકડા છોકરાને જોયો કે જે બધાયે કરાયેલાં વાસણના ખડકલામાંથી એક પછી એક વાસણ લઇ શાંતિથી સાફ કરતો હતો. મને તેની સાથે વાત કરવાનું મન થયું.

મેં તે બાળકને પૂછ્યું ,” બધા બરાબર વાસણ  સાફ નથી કરતાને? તું ફરીથી લૂછે છે.”

છોકરાએ કહ્યું,”  હા, આવા ગોબરા(ગંદા) વાસણમાં સાંજે બધા જમે તો માંદા(બીમાર) પડે. એટલે ફરીથી સાફ કરું છું.”

“તારું નામ શું છે?” મેં પૂછ્યું

“ભરત”

“તું શાળામાં ભણે છે?”

“હા, ૬ ધોરણ પુરા કર્યા . વેકેશન પછી ૭મુ આવીશ.”ભરતે કહ્યું. મને તેની સાથે વાતો કરવામાં રસ પડ્યોમે ફરી પૂછ્યું,

“તને અહી કામ કરવાનો કેટલો પગાર આપે છે.”

તે થોડું હસ્યો પછી કહ્યું,”અરે ! બેન , મને પગાર નથી જોતો ,હુતો અહી સેવા આપવા આવું છું.”

“એટલે રોજ આવે છે?”

“ના, હું દુરના ગામમાં રહું છું,ફક્ત વેકેશનમાં આવું છું, મને બધા સાથે કામ કરવાની અને અહી આવતા નવા નવા લોકોને જોવાની ખુબ મજા પડે છે.આટલી વાત કરતા સુધીમાં તેના અન્ય મિત્રએ હાકલ મારતા તે  જતો રહ્યો, હું બે ઘડી વિચારના વમળમાં ખોવાય ગઈ.

                  જે શ્રદ્ધા નો અનુભવ મને સંતના દર્શનથી નતો થયો તે ભરતને મળ્યા પછી જાગ્રત થઇ. કોઈ પણ પ્રકારના બદલાની આશા વગર આટલી ઉમદા સેવા ભાગ્યે જ કોઈ કરી સકે, મંદિરે લાખોનું દાન અપાય છે પણ આટલી નાની ઉમરે આટલી ઉમદા ભાવના ભાગ્યે જ જોવા મળે છે.આપણે પણ નાનપણમાં વેકેશન ફરવામાં,રમવામાં,બીજી પ્રવૃતિમાં ખર્ચીએ છીએ.અરે! નાનપણમાં શું? હજુ એમજ કરીએ છીએ. ત્યારે ભરત અને તેના જેવા બાળકોને દિલ થી સલામ.તેઓનુ કર્મ જ એટલું ઉચ્ચ છે એ વળી એ અવસ્થામાં જયારે મોટા મોટા ખોખલા આદર્શોનું નિર્માણ પણ નથી થયું. આ ભાવના ભારત દેસની સાચી ઓળખાણ છે…..

    “સલામ ભરત, સલામ ભારત….”

                             “મેરા ભારત મહાન……”