Skip to content

નાની અમસ્તી વાત…( કહાની કર્મની)

ઓગસ્ટ 11, 2011

એક  સુંદર  નગર  હતું. એ  નગરની   પાસે  જ  એક  માછીમારોની   વસ્તી  હતી . બધા માછીમારો   પુરો  દિવસ  માછલા  પકડે  તથા  રાત્રે  તેને  વેપારીને  વેંચી  દે. આમ  તો  બધા શાંતિથી  જીવે  પણ  ક્યારેક  કોઈએ  ભૂખ્યું  પણ  સુવું  પડે. એજ  વસ્તીમાં  એક  યુવાન  રહે . નામ તેનું  રીવાજ  ,  રીવાજ   પોતાની  જ  મસ્તીમાં  જીવવાવાળો   છોકરો. બહારની  દુનિયા  સાથે  તેને  ભાગ્યે જ  કોઈ નિસ્બત  હતી.

એક દિવસની  વાત છે, રીવાજ  તેની  નાનકડી  નાવ  લઈને  દરિયામાં  દુર-સુદૂર  નીકળી  જાય છે, બરાબર  મધદરિયે  પહોંચે  છે.  આજે તો  દરિયાદેવ  જાણે  તેના પર  રૂઠેલા હતા, માત્ર  ૮-૯  માછલી જ પકડેલી. અચાનક!  દરિયામાં  મોટા મોટા મોજા  ઉછળવા  લાગે છે, જોર જોરથી  પવન  ફૂંકાય  છે. અરે, અરે,  આ  શું?  એકાએક  તેની  નાવ  ઉંધી  વાળી જાય છે, રીવાજ  હવે  શું કરવું? તે વિચારવા  પણ  અક્ષમ  હોય છે.  ખુદાની  બંદગી  કરવા સિવાય  તેની પાસે  બીજો કોઈ  રસ્તો નથી રહેતો. હવે  રીવાજ  લગભગ  ડૂબવા  લાગે છે, તેને  પ્રતીત  થાય છે  જાણે  આ  તેના  જીવનની આખરી  ક્ષણ ના હોય!

ત્યાં  વળી, અચાનક  જ  પાણીનું  એક  મોટું  મોજું  રીવાજ  તરફ  ઘસી આવે છે અને તે  મોજા  સાથે  હોય છે  એક  વિશાળકાય  માછલી. જોતજોતામાં  તે  માછલી  રીવાજને  પોતાની પીઠ પર  ઊંચકી  લે છે. દુર  કિનારે  જઈ  રીવાજ ને  નીચે  ઉતારે છે,  બેભાન  અવસ્થામાં  રહેલો  રીવાજ  થોડા  સમય  પછી  ભાનમાં  આવે છે. જેવી તેની  આંખ  ખુલે છે…. તે એક  સુંદર  સમુદ્રકન્યાને  સામે  જુવે છે . પ્રથમ તો  તેને વંદન  કરે છે , પછે  કુતુહલથી  પૂછે છે,”આપ..આપ.. કોણ  છો?  આપે  શા માટે  મારો  જીવ બચાવ્યો?”

” હું જલપરી  છું, આ  દરિયાના  રાજાની  કન્યા.” જલપરીએ  ઉત્તર  આપ્યો.

” એટલે  કે  આ સમુદ્રની  રાજકુમારી.”

“હા, રાજકુમારી.”

“પણ તમે મને શા માટે  બચાવ્યો?”

” અરે ! રીવાજ  તને  બચાવી  મેં  કોઈ ઉપકાર નથી  કર્યો, મેં તો  માત્ર  ઉધાર  ચુકતે  કર્યું છે.” જલપરી બોલી.

“ઉપકાર, કેવો  ઉપકાર? હું કઈ  સમજ્યો  નહિ.”  રીવાજે કુતુહલથી  પૂછ્યું.

” રીવાજ યાદ કર, આજથી  ૧૦ વરસ પહેલા  આ દરિયામાં જ તે કોઈનો  જીવ બચાવેલો. યાદ કર”

જલપરીએ  આટલી વાત કરી  ત્યાં રીવાજને   બધી  વાત યાદ આવવા  લાગી,  બાળપણની  બધી  ઘટના તેની  નજર  સમક્ષ  તરવરવા  લાગી…

રિયાજ ત્યારે   લગભગ  ૧૦-૧૧  વર્ષનો  હતો,  અવર-નવાર  તેના  પિતા  સાથે  નાનકડી  નાવમાં  માછલા  પકડવા   જતો. એક  દિવસની  સાંજ  સમયે  તે  પિતાજી  સાથે  માછલા  પકડવા ગયેલો. પણ, અચાનક ! કૈક  અલગ  બન્યું.  બન્યું  એવું કે  દરિયામાંથી  એક પણ  માછલી ના  મળી.  થોડીવાર  પછી  ઝાળમાં  કંઇક  ફસાયું  , તે  એક મધ્યમ  કદની  તથા  સુંદર અને  રંગબેરંગી  માછલી  હતી. હવે બન્યું એવું કે  રિવાજે જેવી તે  માછલીને  હાથમાં  પકડી તેને  કૈક  અલગ જ  એહસાસ  થયો. તેને લગ્યું કે  જાણે  માછલી  તેની સામે  દયાની અરજી  કરે છે.   તે રડે  છે. તેની  દયામણી  તથા  સુંદર  આંખોની  દ્રષ્ટિએ  રિવાજના મનમાં  દયા  તથા કરુણાની  હેલી  જગાવી. રિવાજે તે  માછલીને  પંપાળી  પ્રેમથી  પાછી  સમોદ્રમાં  છોડી મૂકી  ….. એક  અનેરા  સંતોષની  સાથે  તે ઘેર  ગયો.

હા, રીવાજને  બધું  યાદ આવી ગયું, ” તો,  શું તે માછલી  તે  આજ  જલપરી?”

” હા, હું તેજ  જલપરી. મેં  તારો  જીવ બચાવી  ઉધાર  જ  ચુકવ્યું છે. તે ધાર્યું હોત તો  તે દિવસે મને  ઉંચા  દામે  વેંચી  હોત. પણ, એવું ના કર્યું. ”

રીવાજ કંઇક  ગહન વિચારમાં હોય  તેમ કહેવા  લાગ્યો,” આપણે  બધા  જીવ આહી  ઉધાર  ચુકતે  કરવા  જ   આવી ગયા  છીએ , આપણે તે જ  પામશું  જે  આપને  વાવ્યું  હસે.”

” વાત તો  તારી સાચી  છે, આપણે ગમે  તેવી  રીતે  કેમ ન જીવીએ  , આખરે, સંકટ  સમયે  તો  આપણા સારા  કર્મો  જ  આપણી  વ્હારે  આવે છે .”  આટલું  કહી  જલપરી  સમુદ્રમાં  અદ્રશ્ય થઇ ગઈ.. રિયાજ  પણ  પોતાને ઘેર  ચાલ્યો.

ઘણી વખત  આપણા  જીવનમાં  બનેલી  નાની  અમસ્તી  વાત  વિશાલ  સ્વરૂપે  આપણી  સામે  આવે છે,  ફરક  માત્ર  એ જ  કે  જો  તે  વાત  ભલાઈની  હોય તો  મદદે  આવે છે, અને  બુરાઈની  હોય તો  કોઈ  મદદ  કરવાવાળું  પણ  રહેતું  નથી. આ જ  તો છે  નાની  અમસ્તી  વાતનું  રહસ્ય…….

@વંદના જેઠલોજા@

Advertisements
No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: