Skip to content

“વિદ્યાર્થી દેવો ભવ:”

સપ્ટેમ્બર 7, 2011

          એક શિક્ષક શું છે? તે માત્રને માત્ર  શિક્ષક અને તેના વિદ્યાર્થીઓ જ કહી શકે. જેટલા મહત્વના શિક્ષકના શબ્દ તેથી પણ મહત્વનું તેનું મૌન , આજે મારા જેવા ઘણા શિક્ષકોને ફરિયાદ કરતા જોવું છું કે ” ગુરુ દેવો ભવ:” ની ભાવના આજના વિદ્યાર્થીઓ ભૂલી ગયા છે ત્યારે ખરેખર દુ:ખ થાય  છે . કારણ આજે એક શિક્ષક તરીકે આપણે પણ ” વિદ્યાર્થી દેવો ભવ:”  ની વાત ભૂલી ગયા છીએ. વિદ્યાર્થી  છે માટે શિક્ષક છે, મને પણ શરૂઆતમાં ફરિયાદ રહેતી કે વિદ્યાર્થી માનતા નથી, આદર તો ભૂલી ગયા છે. પણ , જ્યારથી મારા  વિદ્યાર્થીઓ સાથે તેની જ classmate  બની શીખવવાની શરૂઆત કરી ત્યારથી સર્વિસ કરવાની મજા અનેરી હતી.

                         આહી વર્ગખંડની ખટ -મીઠ્ઠી વાતો કરવાનું મન થાય છે , આપ સૌના સહકારની અપેક્ષા સહ આ બૂક “વિદ્યાર્થી દેવો ભવ:” શરુ કરું છું . પાઠ ૧ હવે પછી ….

 

                                   એકમ ; ૧      ‘પથ્થરા  લાગે  છે’ 

                                            એક  શિક્ષિકાને  ભણાવવા  હતા  જીવનના  પાઠો  , માટે  હવે  શું કરવું?  પોતાના  વિદ્યાર્થીઓ  માટે  તે જ  વિચારવાનું  હતું . બન્યું  એવું  કે  ” તરવું  હતું  પાણી  આવ્યું”.  એક  સ્થાનિક  સંસ્થાવાળા  બહેન  મળી  ગયા, હા, તેઓ એક  સંસ્થા  ચલાવે  નામ  તેનું  ” સફર” .  કામ તેનું  બધાને  સાંકળવાનું.  શિક્ષિકાએ  તેઓને  વિનંતી  કરી કે  શાળાના  વિદ્યાર્થીઓ  માટે  પણ  સફર કરે, એક જ  વાતમાં  માની  ગયા  તેઓ.

                                             પ્રશ્ન એક  ” વિદ્યાર્થીઓ  વચ્ચે  શુદ્ધ  એકતા  વધારવી”  . વિચારી  તેઓએ એક  પ્રયુક્તિ અને  પ્રવૃત્તિ.

                પ્રવૃત્તિ:        એક  વિશાલ  વર્તુળમાં  વર્ગના  બધા વિદ્યાર્થીઓને  ઉભા  રાખવા, એક  રસ્સીને  વર્તુળના  બધા  વિદ્યાર્થીઓને  પકડવા  કહેવું, રસ્સી  ખેંચવી  નહિ  માત્ર  તેના સહારે  ઉભા રહેવું, શીખવવાનો  આશય  એવો  કે  આંખ  બંદ  તો  રાખવાની જ હતી , બધા  એક-બીજા  પર  વિશ્વાસ  રાખી  રસ્સી પકડે  . એકતા  વધે કારણ  વિશ્વાસ  વધે .

                                પ્રવૃત્તિ  પૂર્ણ થયા  બાદ   વિદ્યાર્થીને  પૂછ્યા  કેટલાક  પ્રશ્ન  જેમાં  હતી  બંધ  આંખે  તેઓના  અનુભવની  વાત,   અહેસાસની  વાત. પ્રશ્ન  પ્રથમ પૂછો   વિદ્યાર્થી  રીજવાનને  ” બંધ  આંખે તમને  શું  લાગ્યું?”

                           જવાબ  તેનો  હતો  એકદમ   હટકે  ,  ”   મનેતો  પથ્થરો  લાગ્યા  મેદાનના  કટકે  કટકે”

                          આ  સમગ્ર  બનાવ  પરથી  હું  પહેલો  એકમ  શીખી કે  ઘણી  વખત  શિક્ષક તેની  વાત(વિચાર)  રોપવાની  જીદમાં ને  જીદમાં  વિદ્યાર્થીઓની  હાલત  વિશે  વિચારતા  ભૂલી  જાય  છે. તે  દિવસથી  મેં  નક્કી  કર્યું કે  કઈ પણ  શીખવતા  પહેલાં દરેક  વિદ્યાર્થીની  શારીરિક-માનસિક પરિસ્થિતિની  સમજ  મેળવી  પાછી જ  શીખ્વીસ .   

Advertisements

શ્વાસો ક્ષણ ક્ષણના…

ઓગસ્ટ 26, 2011

કણ-કણમાં  સમાયા છે  શ્વાસો  ક્ષણ-ક્ષણના ,

સુમસાન  રસ્તા  માહે  એકાંતી  રજકણના.

 

ઉઘડેલી  પ્રભાતે  નીકળ્યા સપનાઓ,

આશાઓ  રૂપી  તેજસ્વી   કિરણના.

 

“મને”  અને  “હું”  વચ્ચે   વમળ  ઉઠ્યા  અનેક,

તુજમાં  જ  સમાયેલી  આસ્થાની  સગલના.

 

જીવનમાં  જિવાયેલા  અગણિત  શ્વાસો  વચ્ચે,

ભીની  માટીની  મીઠેરી  સોડમના.

 

“વંદના” ભૂતકાળમાં  ભટકતા જ  રહ્યા આપણે,

વાદળો  વરસ્યા બની  ભવિષ્યની   ફોરમના…

 

@વંદના જેઠલોજા@

મળી ગયા….

ઓગસ્ટ 20, 2011

                              સપ્તરંગી  સ્વપ્નની  સફરે  નીકળ્યા  એકલા,

                                પોતાના જ  વિચારોમાં  આપ  મળી  ગયા.

 

                             રાહ  જોઈને  બેસી  રહ્યા  સિતારાને  તૂટવાની,

                               તમારા  ઈશારે  આખાય  આકાશ  ઢળી  ગયા.

 

                            પગલે – પગલે   નિઃસાસો  નાખતા  રહ્યા  થાકથી,

                            વિસામો  બની  મારગનો  થાક  ગળી  ગયા.

 

                              દુઃખ  રૂપી  તડકો  જયારે  સતાવવા  લાગ્યો  અમને,

                             સુખ  રૂપી  વાદળી  બનીને  વરસી  ગયા.

 

                           ઘનઘોર  અંઘકાર  જયારે  છવાયો  હતો  રાતમાં,

                          દીપ  બનીને  પ્રકાશનો  આપ  જાતે  બળી  ગયા.

 

                           “વંદના” જયારે  ડર લાગ્યો  સ્વપ્નાઓ  તૂટવાનો,

                           હકીકત  બની આપ  જીવનમાં  ભળી ગયા.

                           પોતાના જ  વિચાર રૂપે  આપ  મળી  ગયા.

@વંદના  જેઠલોજા@

નાની અમસ્તી વાત…( કહાની કર્મની)

ઓગસ્ટ 11, 2011

એક  સુંદર  નગર  હતું. એ  નગરની   પાસે  જ  એક  માછીમારોની   વસ્તી  હતી . બધા માછીમારો   પુરો  દિવસ  માછલા  પકડે  તથા  રાત્રે  તેને  વેપારીને  વેંચી  દે. આમ  તો  બધા શાંતિથી  જીવે  પણ  ક્યારેક  કોઈએ  ભૂખ્યું  પણ  સુવું  પડે. એજ  વસ્તીમાં  એક  યુવાન  રહે . નામ તેનું  રીવાજ  ,  રીવાજ   પોતાની  જ  મસ્તીમાં  જીવવાવાળો   છોકરો. બહારની  દુનિયા  સાથે  તેને  ભાગ્યે જ  કોઈ નિસ્બત  હતી.

એક દિવસની  વાત છે, રીવાજ  તેની  નાનકડી  નાવ  લઈને  દરિયામાં  દુર-સુદૂર  નીકળી  જાય છે, બરાબર  મધદરિયે  પહોંચે  છે.  આજે તો  દરિયાદેવ  જાણે  તેના પર  રૂઠેલા હતા, માત્ર  ૮-૯  માછલી જ પકડેલી. અચાનક!  દરિયામાં  મોટા મોટા મોજા  ઉછળવા  લાગે છે, જોર જોરથી  પવન  ફૂંકાય  છે. અરે, અરે,  આ  શું?  એકાએક  તેની  નાવ  ઉંધી  વાળી જાય છે, રીવાજ  હવે  શું કરવું? તે વિચારવા  પણ  અક્ષમ  હોય છે.  ખુદાની  બંદગી  કરવા સિવાય  તેની પાસે  બીજો કોઈ  રસ્તો નથી રહેતો. હવે  રીવાજ  લગભગ  ડૂબવા  લાગે છે, તેને  પ્રતીત  થાય છે  જાણે  આ  તેના  જીવનની આખરી  ક્ષણ ના હોય!

ત્યાં  વળી, અચાનક  જ  પાણીનું  એક  મોટું  મોજું  રીવાજ  તરફ  ઘસી આવે છે અને તે  મોજા  સાથે  હોય છે  એક  વિશાળકાય  માછલી. જોતજોતામાં  તે  માછલી  રીવાજને  પોતાની પીઠ પર  ઊંચકી  લે છે. દુર  કિનારે  જઈ  રીવાજ ને  નીચે  ઉતારે છે,  બેભાન  અવસ્થામાં  રહેલો  રીવાજ  થોડા  સમય  પછી  ભાનમાં  આવે છે. જેવી તેની  આંખ  ખુલે છે…. તે એક  સુંદર  સમુદ્રકન્યાને  સામે  જુવે છે . પ્રથમ તો  તેને વંદન  કરે છે , પછે  કુતુહલથી  પૂછે છે,”આપ..આપ.. કોણ  છો?  આપે  શા માટે  મારો  જીવ બચાવ્યો?”

” હું જલપરી  છું, આ  દરિયાના  રાજાની  કન્યા.” જલપરીએ  ઉત્તર  આપ્યો.

” એટલે  કે  આ સમુદ્રની  રાજકુમારી.”

“હા, રાજકુમારી.”

“પણ તમે મને શા માટે  બચાવ્યો?”

” અરે ! રીવાજ  તને  બચાવી  મેં  કોઈ ઉપકાર નથી  કર્યો, મેં તો  માત્ર  ઉધાર  ચુકતે  કર્યું છે.” જલપરી બોલી.

“ઉપકાર, કેવો  ઉપકાર? હું કઈ  સમજ્યો  નહિ.”  રીવાજે કુતુહલથી  પૂછ્યું.

” રીવાજ યાદ કર, આજથી  ૧૦ વરસ પહેલા  આ દરિયામાં જ તે કોઈનો  જીવ બચાવેલો. યાદ કર”

જલપરીએ  આટલી વાત કરી  ત્યાં રીવાજને   બધી  વાત યાદ આવવા  લાગી,  બાળપણની  બધી  ઘટના તેની  નજર  સમક્ષ  તરવરવા  લાગી…

રિયાજ ત્યારે   લગભગ  ૧૦-૧૧  વર્ષનો  હતો,  અવર-નવાર  તેના  પિતા  સાથે  નાનકડી  નાવમાં  માછલા  પકડવા   જતો. એક  દિવસની  સાંજ  સમયે  તે  પિતાજી  સાથે  માછલા  પકડવા ગયેલો. પણ, અચાનક ! કૈક  અલગ  બન્યું.  બન્યું  એવું કે  દરિયામાંથી  એક પણ  માછલી ના  મળી.  થોડીવાર  પછી  ઝાળમાં  કંઇક  ફસાયું  , તે  એક મધ્યમ  કદની  તથા  સુંદર અને  રંગબેરંગી  માછલી  હતી. હવે બન્યું એવું કે  રિવાજે જેવી તે  માછલીને  હાથમાં  પકડી તેને  કૈક  અલગ જ  એહસાસ  થયો. તેને લગ્યું કે  જાણે  માછલી  તેની સામે  દયાની અરજી  કરે છે.   તે રડે  છે. તેની  દયામણી  તથા  સુંદર  આંખોની  દ્રષ્ટિએ  રિવાજના મનમાં  દયા  તથા કરુણાની  હેલી  જગાવી. રિવાજે તે  માછલીને  પંપાળી  પ્રેમથી  પાછી  સમોદ્રમાં  છોડી મૂકી  ….. એક  અનેરા  સંતોષની  સાથે  તે ઘેર  ગયો.

હા, રીવાજને  બધું  યાદ આવી ગયું, ” તો,  શું તે માછલી  તે  આજ  જલપરી?”

” હા, હું તેજ  જલપરી. મેં  તારો  જીવ બચાવી  ઉધાર  જ  ચુકવ્યું છે. તે ધાર્યું હોત તો  તે દિવસે મને  ઉંચા  દામે  વેંચી  હોત. પણ, એવું ના કર્યું. ”

રીવાજ કંઇક  ગહન વિચારમાં હોય  તેમ કહેવા  લાગ્યો,” આપણે  બધા  જીવ આહી  ઉધાર  ચુકતે  કરવા  જ   આવી ગયા  છીએ , આપણે તે જ  પામશું  જે  આપને  વાવ્યું  હસે.”

” વાત તો  તારી સાચી  છે, આપણે ગમે  તેવી  રીતે  કેમ ન જીવીએ  , આખરે, સંકટ  સમયે  તો  આપણા સારા  કર્મો  જ  આપણી  વ્હારે  આવે છે .”  આટલું  કહી  જલપરી  સમુદ્રમાં  અદ્રશ્ય થઇ ગઈ.. રિયાજ  પણ  પોતાને ઘેર  ચાલ્યો.

ઘણી વખત  આપણા  જીવનમાં  બનેલી  નાની  અમસ્તી  વાત  વિશાલ  સ્વરૂપે  આપણી  સામે  આવે છે,  ફરક  માત્ર  એ જ  કે  જો  તે  વાત  ભલાઈની  હોય તો  મદદે  આવે છે, અને  બુરાઈની  હોય તો  કોઈ  મદદ  કરવાવાળું  પણ  રહેતું  નથી. આ જ  તો છે  નાની  અમસ્તી  વાતનું  રહસ્ય…….

@વંદના જેઠલોજા@

પડછાયાની દોસ્તી …

ઓગસ્ટ 7, 2011

                  કોઈ  અંગતની  આંખમાં  સમાણી  છે  દોસ્તી,

                  બંદગી  રૂપે  ઈશ્વરની  કમાણી   છે  દોસ્તી.

 

                 ઝાંઝવાના  જળ  પાછળ  દૌડતી   હતી  જયારે,

                 વરસાદની  બુંદો  રૂપે વરસાણી   છે  દોસ્તી,

 

                જીવન-સાગરમાં  સાથ  કોઈ  મળ્યું  ના  મળ્યું,

                નાનકડી  નાવ  રૂપે   જીવાણી  છે  દોસ્તી.

 

                   સંબંધો   બધા  ભલે  હો   મેઘ્ધ્નુંસ્યની   માફક,

                સૂર્યનું  કિરણ  બની  છવાણી  છે  દોસ્તી.

 

                 જીવન  સફરમાં  થાક  જયારે  પણ  મને  લાગ્યો,

                 વિસામો  બની   મેં  વખાણી  છે  દોસ્તી.

 

                લોકો   ભલે   કહે   આજે  રંક  સુદામા   મને,

                 કૃષ્ણ -રૂપે ઈશ્વર  પાસેથી  મંગાણી  છે  દોસ્તી.

 

                 “વંદના” ભલે   કોઈ  દોસ્ત  ના મળ્યો  સફરમાં,

                 ખુદના  જ  પડછાયા  સાથે   નિભાવી  છે દોસ્તી. 

 

@વંદના@

બની દીવાની…

ઓગસ્ટ 5, 2011

                                            તુજ  મિલનનો  અનેરો  ઉમંગ,

                                                               પ્રીત  લગાઈ  તોહરે  સંગ,

                                                                                બની  મે તો  દીવાની.(૨)

 

                                          દુનિયા રંગીન  મોહે  ખબરે  ના થી,

                                                                         રંગાઈ તુજ  એક  જ   રંગ ,

                                             પ્રીત  લાગાઈ  તોહારે સંગ,

                                                                                   બની  મે તો  દીવાની.(૨)

 

                                           વિશ્વ  સચરાચર  વસતું  તુજ માં ,

                                                                        બનીને  તુજ  એક  જ  અંગ,

                                         નૈના  મિલે  તોહારે   સંગ,

                                                                            બની મેં  તો  દીવાની.(૨)

 

                                            આંખ  ના  જુવે  દિલ  આજ  રુવે ,

                                                                 પ્રેમમાં  પડ્યો   છે ભંગ,

                                             આજ   મૂકી  દીધો  મેં  સત્સંગ ,

                                                                   બની મેં  તો  દીવાની.(૨)

 

                                             પળ પળ  ડરતી, ક્ષણ ક્ષણ મરતી,

                                                                મનની  હાલત  છે   તંગ,

                                               ક્યાય  ના  દેખું   તવ   તરંગ,

                                                                   બની મેં તો  દીવાની.(૨)

 

                                             આપી  દે  તવ  એક  સ્નેહ – બુંદ,

                                                                   બનીને   ધારા  અનંત ,

                                             બસ, ચાહું  છું   એક જ તવ  સંગ ,

                                                                     બની  રહું  દીવાની.     (૨) ….

@વંદના……@

નાની અમસ્તી વાત…

ઓગસ્ટ 1, 2011

હળવેથી સંભાળજો છે  નાની અમસ્થી   વાત,

શું  હશે છે મારા પર આખી કાયનાત?

વગડામાં ધૂળની  ડમરીની  સાથે  ,

ઉઠે છે  જીવનના ખોખલા ખયાલાત.

મુકીને જીવનના બધા ઉલ્લાસ,

સંસ્કારો  પાછળ ચાલીજાય છે  નાત.

સંભંધો  જે  કામના  છે સંભાળીને રાખશે,

ભલેને  છૂટી જાય  સ્નેહની સોગાત.

કુદરત, જીવન, ઉત્સાહને  બાજુ પર રાખીને,

બે રંગ  જીવન પર બધા પડે છે ભાત.

“વંદના” જીવું છું , જીવતી રહીશ,

મજા પડે જો મળી જાય મારી જાત.

મોટા સ્વરૂપે  વંચાતી આ  નાની અમસ્થી વાત  ….

 

@વંદના જેઠલોજા@